મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે સિરામિક કારખાનામાં યુવાનને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ ધોકા વડે મારમાર્યો


SHARE







મોરબીના લીલાપર રોડે સિરામિક કારખાનામાં યુવાનને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ ધોકા વડે મારમાર્યો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જય ગોપાલ સિરામિક કારખાનામાં રહેતા યુવાન સાથે બોલાચાલી કરીને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જય ગોપાલ સીરામીક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા જયંતિ મોહનભાઈ કુંઢીયા (૪૨)  નામના યુવાને હાલમાં રાજેશ સોલંકી, નયનાબેન સોલંકી અને શીતલબેન સોલંકી રહે. બધા જય ગોપાલ સિરામિક કારખાના વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કારખાનામાં તેની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો અને ધક્કો મારીને તેને પાડી દીધો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

વાંકાનેરના માટેલ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ ઉકેડીયા (૨૬) ને મારામારીમાં ઈજા થાત તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઘરે મારામારીનો બનાવ્યો હતો જેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ભાઈજીના બાઈકમાં બેસીને જઈ રહેલ કરીયા માસુમ અશોકભાઈ નામનો ૧૭ વર્ષનો યુવાન બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતમાં આ બનાવવાની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News