મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડેથી કામે જવા માટે નીકળેલ યુવાન જુના બસ સ્ટેન્ડ પાસેથી ગુમ


SHARE







મોરબીના વાવડી રોડેથી કામે જવા માટે નીકળેલ યુવાન જુના બસ સ્ટેન્ડ પાસેથી ગુમ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતો યુવાન કામે જવા માટે તેને ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી ગુમ થઈ ગયો હતો જેથી હાલમાં ગુમ થયેલા યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા વેપારી યુવાન નવીનભાઈ ધીરજભાઈ છત્રોલા જાતે પટેલ (૨૩)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો ભાઈ હિરેન ધીરજભાઈ છત્રોલા (૨૦) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તુલસી દસ્તાવેજની ઓફિસે તે કામ કરતો હોય ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ તે મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી ગુમ થઈ ગયો હોવાથી હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુમસુધા નોંધ કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાસુ સાસરાની સામે ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા મુકેશ રણમલભાઈ સોઢિયાં (૩૭)એ નામના યુવાને તેના સસરા નાગદાનભાઈ સાવસેટા અને સાસુ મકુબેન ઉર્ફે સીતાબેનની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની પત્ની અને બાળકો હાલમાં તેને સાસરાના ઘરે છે ત્યારે ફરિયાદીની પત્ની ભાવના અને તેના બાળકોને દવા પીવડાવીને ફરિયાદી તથા તેના પરિવારના નામ લખાવવાની ધમકી આપી હતી અને તેને મૂંઢ માર માર્યો હતો જેથી કરીને તે ટેન્શનમાં આવી જતાં ફિનાઇલની ગોળીઓ ખાંડીને પી લીધી હતી ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News