મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અજુગતુ પગલું ભરી લેતા યુવાનને બેભાન હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં અજુગતુ પગલું ભરી લેતા યુવાનને બેભાન હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા યુવાને ગતરાત્રિના કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાઓ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં તેને રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા હિતેશ જેઠાભાઈ સોલંકી નામના ૩૨ વર્ષના યુવાનને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે હિતેશ સોલંકીએ ગળેફાંસો ખાધેલ હોય તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા નરશી ભલાભાઇ ભંખોડીયા (૪૦) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજા પામેલ યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા તપાસ ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થયો હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો

અકસ્માતમાં ઇજા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સનાળા ગામ પાસે સીએનજી પમ્પ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહાવીરસિંહ મયુરસિંહ જાડેજા (૨૩) રહે. મેઘપર ઝાલા તાલુકો ટંકારા વાળાને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળની તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે






Latest News