મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું


SHARE







મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭/૯/૨૦૦૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં કારોબારીમાં સર્વાનુમતે નક્કી કરીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૭/૯/ ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ હતા છતાં આજ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે મોરબી જિલ્લા તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ બી.જે. બોરસાણીયાની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ,ધારાસભ્યોએ અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા ભલામણ થાય તેવી લાગણી અને માંગણી કરેલ છે અને જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે તેમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રી જોડાવવાના છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News