મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે


SHARE







મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે

મોરબીમાં સમસ્ત જૈન સંઘ દ્વારા દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળશે ત્યારે ઘોડા, બગી, બેન્ડ-બાજા પણ ગુંજી ઉઠશે. જેમાં નાના બાળકો સાયકલ ઉપર રથયાત્રાની શોભા વધારશે તો કળશ ધારી બહેનો તથા પરમેષ્ઠિના વર્ણવાળા ડ્રેસમાં વિવિધ સંઘોના મહિલા મંડળો ડાંડીયા-ખંજરી,ચૌદ સ્વપ્ન આદી લઈને વરઘોડાની શોભા વધારશે આ શોભાયાત્રા ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલ સુધી જશે ત્યાં શોભાયાત્રા પૂરી કરવામાં આવશે આ શોભાયાત્રામાં ઠેર-ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવશે ત્યાર બાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભા યોજાશે. જેમાં એક જનમ્યો રાજ દુલારોતથા ભગવાન મહાવીરની વિરલ વાતોવિષય ઉપર પ્રવચન આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News