મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ


SHARE







મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ

મોરબીના સિપાઈવાસમાં વિસ્તારમાં શનિવારે રાત્રે માથાકૂટ થઈ હતી ત્યારે બે યુવાનને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને એક યુવાનને માથામાં ધોકો મારવામાં આવ્યો હતો અને જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવમાં બંને પક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભોંયવાડામા રહેતા અકબરભાઈ આલમભાઈ કુરેશીએ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીષની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાણેજ સલીમભાઈને આરોપી મકબુલભાઈ કુરેશીએ ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી ત્યાર બાદ તેના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈને સિપાહીવાસમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ ફરિયાદીના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ઉપર છરીથી હુમલો કર્યો હતો. અને મનસૂરને શરીરે આડેધડ છરીના જીવલેણ ઘા ઝીકયા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને મનસુરભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અબ્બાસભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવેલ છે જો કે તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે હત્યાની કોશીષની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જયારે સામાપક્ષેથી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ અબ્બાસભાઈ અકબરભાઈ કુરેશી અને મનસુરભાઈ અકબરભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીના ફૈઇબાના દીકરા સલીમભાઈ સાથે ગાળો બોલવા બાબતે માથાકૂટ થઈ હતી તેનો ખાર રાખીને આરોપીઓએ સિપાહીવાસના નાકે તે બેઠો હતો ત્યારે તેને ફોન કરીને ક્યાં છો ? તેવું પૂછીને ત્યાં આવ્યા હતા અને ત્યારે બન્ને શખ્સોએ મકબુલભાઈ કુરેશીને ગાળો આપી હતી અને ધોકા વડે માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈને ગયા હતા અને તેને પણ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે હાલમાં મારા મારીના આ ગુનામાં એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે






Latest News