મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે તા ૩ ના રોજ મોરબી જિલ્લાના ૧૯૮૭ વિદ્યાર્થીઓએ દ્વારા ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ કલાક દરમિયાન લેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાય છે

મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારી નિલેષભાઈ રાણીપા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વની એવી ગુજકેટની પરીક્ષા સોમવારે લેવામાં આવનાર છે ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા એનવી બિલ્ડીંગોમાં મોરબી જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે કલાસ ૧ અને કલાસ ૨ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને આ પરીક્ષા માટે ૧૮૦ કરતાં વધુ અધિકારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે






Latest News