મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે નીતીનપાર્ક રઘુહાઇટસના ફલેટમાં જુગાર રમતા સાતની ૧.૨૭ લાખ સાથે ધરપકડ


SHARE











મોરબીના રવાપર ગામે નીતીનપાર્ક રઘુહાઇટસના ફલેટમાં જુગાર રમતા સાતની ૧.૨૭ લાખ સાથે ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે રવાપર ગામે નિતીનપાર્ક વિસ્તારમાં આવેલ રઘુ હાઇટસ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૪ માં રેડ કરી હતી જ્યાં સાત પતાપ્રેમીઓ તીનપતીનો જુગાર રમતા મળી આવકા રૂા.૧.૨૦ લાખની રોકડ સાથે સાતેય ઇસમોની ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રવાપર ગામે નિતીનપાર્ક વિસ્તારમાં આવેલ રઘુ હાઇટસ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૪માં રહેતા સતિષભાઇ છત્રોલાના ફલેટમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળીતા પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરધણી સતિષભાઇ જયંતિભાઇ છત્રોલા જાતે પટેલ (ઉ.વ.૩૭) રહે.મોરબી રવાપર નીતીનપાર્ક રઘુહાઇટસ બ્લોકનં.૭૦૪ મુળ રહે.ચકમપર તા.મોરબી, પ્રકાશભાઇ વાલજીભાઇ વરમોરા જાતે પટેલ (ઉ.વ.૩૫) રહે.મોરબી પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગર મુળ રહે.ઘુંટુ તા.મોરબી, અંકુરભાઇ મનહરલાલ બાપોદરીયા જાતે પટેલ (ઉ.વ.૩૨) રહે.મોરબી પંચાસર રોડ સતનામનગર સોસાયટી લક્ષ્મી પેલેસ એપાર્ટેમેન્ટ બ્લોક નંબર.૬૦૧ મુળ રહે.ખાખરેચી તા.મોરબી, કિશોરભાઇ વાલજીભાઇ અઘારા જાતે પટેલ (ઉ.વ.૩૭) રહે.મોરબી-૨ મહેન્દ્રનગર ધર્મમંગલ શેરી નંબર-૨, મયંકભાઇ તળશીભાઇ કાવર જાતે પટેલ (ઉ.વ.૩૨) રહે.મોરબી મહેન્દ્રનર ધર્મમંગલ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર.૧૦૧ મુળ રહે.ઇંગરોળા તા.હળવદ, બ્રિજેશભાઇ જયસુખભાઇ સવાણી જાતે લુવાણા (ઉ.વ.૨૯) રહે.’’ગુરૂદેવ’’ ૯-ક્રિષ્નાનગર ગોંડલ રોડ રાજકોટ તેમજ ધવલભાઇ ભગવાનજીભાઇ છત્રોલા જાતે પટેલ (ઉ.વ.૨૯) રહે.મોરબી રવાપર બોનીપાર્ક સીલ્વર હાઇટસ બ્લોકનં.૩૦૧ વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હતા.વધુમાં પોલીસે જણાવ્યું હતુ કે ઘરધણી સતિષભાઇ છત્રોલા પોતાના કબ્જા ભોગવટાવાળા ફલેટમાં બહારથી જુગારીઓને બોલાવી જુગારના સાધનો સગવડ પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતો હતો.પકડાયેલા સાતેય ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વડે રોનપોલીસનો તીનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હોય સાતેયની રોકડા રૂા.૧,૨૭,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીમાં દવા પી ગયેલ ભાવનગરનો યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરનો રહેવાથી અક્ષય નાનજીભાઈ વાઘેલા નામનો ૨૫ વર્ષીય યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલી ન્યુ રેલ્વે કોલોનીમાં રહેતા રમેશભાઈ રામજીભાઈના મકાન પાસે ફિનૈઇલ પી ગયો હતો.જેથી તેને બેભાન હાલતમાં તાત્કાલીક અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અક્ષય વાઘેલાને રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.તપાસ અધિકારી વી.પી.છાસીયા પાસેથી મળતી માહિતી મુજબ અક્ષયની સગાઈ મોરબી ખાતે રહેતા રમેશભાઈની દીકરી સાથે થયેલી છે અને અક્ષય પીવાની કુટેવવાળો હોય તેણે દારૂ સાથે અન્ય કોઈ ફિનાઇલ જેવી વસ્તુ ગટગટાવી લીધી હોય તેને સારવાર માટે લઇ અહીંની સિવિલે લઇ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ ખસેડાયો છે અને હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે તેમ જાણવા મળેલ છે.






Latest News