મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ


SHARE







મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબી ગુરુકુલ ઠાકોરજી સમક્ષ ફ્રુટની હાટડી ધરાવામાં આવી હતી તેમજ ભગવાનને ધરાવેલ આ ફ્રુટને સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથાલય સહિતની જગ્યાઓએ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ ભગવાનની દીનજનો પ્રત્યે કરૂણા રાખવાની તેમજ વૃદ્ધો-અશક્તોની સેવાની આજ્ઞાને મૂર્તિમંત કરતા સંતો અને ભક્તોએ આ પુણ્યકાર્ય કર્યું હતુ.જેના યજમાનપદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી.પ.પૂ ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્સવ-૨૦રર સુધી પ્રતિ એકાદશીએ આ સેવાકીય પ્રવૃતિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.

 




Latest News