મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી કાર અને રિક્ષાની ચોરીના ગુનામાં પાંચમા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી કાર અને રિક્ષાની ચોરીના ગુનામાં પાંચમા આરોપીની ધરપકડ

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાથી કાર અને સીએનજી રિક્ષાની થોડા સમય પહેલા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા લોકોએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કાર અને રિક્ષાની ચોરીમાં ગુનામાં ચાર આરોપીને અગાઉ પકડ્યા હતા અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં કેસરી મોટર ગેરેજના નામથી ગેરેજ ધરાવતા વિરલભાઇ કિરીટભાઇ પટેલ (ઉંમર ૨૫)એ તેના ગેરેજે આર્ટિગા કાર નંબર જીજે ૩ એચ કે ૩૮૭૭ રીપેરીંગ માટે આવી હતી તેની ચોરી કરવામાં આવી હતી આવી જ રીતે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજમાં રહેતા નીતિનભાઈ રણછોડભાઈ પટેલ (ઉંમર ૩૫)એ આઇટીઆઇની પાસે ઉમા મોટર્સની બાજુમાં તેઓએ પોતાની રીક્ષા જીજે ૧ ડીયુ ૭૬૬૭ પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવસીભાઇ મકુભાઇ પરમાર, અજય ઉર્ફે કટીયો નાથાભાઇ વાઘેલા, અશોક રામસિંગ વાઘેલા જાતે દેવિપુજક અને રવિ ઉર્ફે સીલુ પ્રવીણ ઉર્ફે મામટ જીલીયાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે નટવર ઉર્ફે નાટિયો બાબુભાઇ લુહારિયા જાતે દેવીપૂજક (૨૨) હાલ રહે, મોરબી-૨ કુબેર ટોકીઝ પાછળ માફાતિયાપરા મૂળ રહે પાલડી તાલુકો ગરીયાધાર જિલ્લો ભાવનગર વાળાની પીએસઆઈ એ.એ. જાડેજાએ ધરપકડ કરેલ છે






Latest News