મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં ૧૬.૯૨ લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE





મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં ૧૬.૯૨ લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીની ટ્રીબ્યુનલમાં અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ ચાલી ગયો હતો જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને ટ્રીબ્યુનલે અરજદારોને ૧૬,૯૨,૫૦૦ નું વળતર આઠ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે

આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે, ગત તા. ૧૭/૧/૨૦૧૪ ના રોજ સુરેશભાઇ લવજીભાઇ ધાનજા રહેમાણેકવાળા તાલુકો મોરબી વાળા સ્વીફ્ટ કાર નં. જી.જે. ૩ સી.આર. ૩૨૦૦ માં સબંધ દાવે બેસી મોરબીથી કલ્યાપર જતા હતા ત્યારે સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રાત્રીના સમયે રોડ ઉપર પાર્ક કરેલ ડમ્પર નં જી.જે. ૩ એ.ડબલ્યુ ૭૬૧૪ના ઠાઠાના ભાગે અથડાવી હતી જેથી સુરેશભાઇ લવજીભાઇ ધાનજાને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને ૧૬,૯૨,૫૦૦ નું વળતર આઠ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા આદેશ કર્યો છે તેમજ ખર્ચ આપવા વિમા કંપનીને હુકમ કરેલ છે.




Latest News