હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ


SHARE





મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતાને જનઆંદોલનનું સ્વરૂપ આપવા સ્વચ્છતા હી સેવાઅભિયાન અંતર્ગત વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેના અનુસંધાને મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૬અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્થળ પર ચાલી રહેલી સફાઈ કામગીરીમાં જનભાગીદારી નોંધાવી સફાઈ અભિયાનમાં સહભાગી બનવામાં આવ્યું હતું. તેમજ ફિલ્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સફાઈ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તાર તેમજ શહેરના મુખ્ય માર્ગોની સઘન સફાઈ કરવામાં આવી હતી. રોડની સાઈડ પરથી પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવા ઉપરાંત ફૂટપાથની સફાઈ તથા મુખ્ય માર્ગોની સાઈડ પર આવેલા વૃક્ષોની કટીંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા જથ્થામાં એકત્ર થયેલા પ્લાસ્ટિક વેસ્ટ તથા કચરાનો તાત્કાલિક ઉપાડ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને કચરો નિયત કચરાપેટીમાં અથવા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનમાં જ આપે. સ્વચ્છ, સુંદર અને કચરામુક્ત મોરબીના નિર્માણમાં સૌ નાગરિકો સહભાગી બની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે આ તકે મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, કમિશનર સંગીતા રૈયાણી, સોલીડ વેસ્ટ મેનેજમેંટ શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા સહિતના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News