મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં સેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી રાજકોટના યુવાનની ચાર લાખની ઓરા ગાડીની ચોરી


SHARE











મોરબીમાં સેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી રાજકોટના યુવાનની ચાર લાખની ઓરા ગાડીની ચોરી

રાજકોટનો રહેવાસી યુવાન અમદાવાદથી બે પેસેન્જરને ગાડીમાં બેસાડીને પરત મોરબી થઈને રાજકોટ બાજુ જતો હતો ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સેર એ પંજાબ હોટલ પાસે જમવા માટે રોકાયા હતા ત્યારે ગાડીમાં બેઠેલા બંને પેસેન્જર યુવાનની હુંડાઈ ઓરા ગાડી ચોરી કરીને નાસી ગયા છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે મુસાફરોની સામે ચાર લાખની ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આજીડેમ ચોકડી પાસે આવેલ ભીમરાવનગરમાં રહેતા મૂળ ચોટીલા તાલુકાના પીપળીયા ગામના રહેવાસી ગોવિંદભાઈ મુન્નાભાઈ પંચાલ (૩૯)એ હાલમાં અજાણ્યા બે મુસાફરની સામે ચાર લાખની કિંમતની ઓરા ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ રાજકોટથી પેસેન્જર લઈને અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી ધ્રાંગધ્રા થઈને રાજકોટ બાજુ જવા માટે બે પેસેન્જરને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને તેઓ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં ધાંગધ્રાથી નીકળીને રાજકોટ જવા માટે રવાના થયા હતા. દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલમાં જમવા માટે રોકાયા હતા અને ત્યારે તે ગાડીમાં બેઠેલા બે પેસેન્જર પૈકીના એક પેસેંજરે તેને જમવું નથી તેવું કહ્યું હતું જેથી તે ગાડીમાં હોવાથી એસી ચાલુ રાખ્યું હતું અને તે પેસેન્જર ગાડી નં જીજે ૩ એમઈ ૩૩૩૭ માં જ બેઠો હતો જ્યારે બીજો પેસેન્જર ફરિયાદી યુવાનની સાથે જમવા માટે ગયો હતો જોકે ફરિયાદી જમીને હાથ ધોવા માટે ગયો એટલી વારમાં તેની સાથે જમવા માટે બેઠેલ મુસાફર ત્યાંથી ગુમ થઈ ગયો હતો અને હોટલવાળાને પૂછતા તેઓને પણ ખબર ન હતી ત્યાર બાદ પાર્કિંગમાં ચેક કરતાં યુવાનની ગાડી ન હતી જેથી કરીને ચાર લાખની કિંમતની હુંડાઈ કંપનીની ઓરા ગાડીની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને ગાડી લઈને નાસી છૂટેલા બે મુસાફરને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News