મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં ટ્રસ્ટમાં થયેલ ફેરફારની ફેસબુકમાં પોસ્ટ મૂકનાર વૃદ્ધને રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાની ધમકી !


SHARE







 

હળવદમાં ટ્રસ્ટમાં થયેલ ફેરફારની ફેસબુકમાં પોસ્ટ મૂકનાર વૃદ્ધને રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાની ધમકી !

હળવદમાં મોચી જ્ઞાતિ રામજી મંદિર નામનું ટ્રસ્ટ આવેલ છે જે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની ફેરબદલી કરવામાં આવી હતી તે બાબતની પોસ્ટ વૃધ્ધે પોતાના ફેસબુક એકાઉન્ટમાં મૂકી હતી જેથી કરીને તેના મોબાઈલ ફોન ઉપર રાજકોટના એક શખ્સ દ્વારા ફોન કરીને ફેસબુકમાં મુકેલ પોસ્ટ બાબતે તેને ધમકી આપવામાં આવી હતી અને રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના શખ્સની સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના આનંદ પાર્ક સોસાયટી પ્લોટ નં-૩૧ ખાતે રહેતા હિંમતભાઈ મગનભાઈ ચાવડા જાતે મોચી (૫૯) એ હાલમાં રાજકોટમાં રામપીર ચોકડી પાસે રહેતા યશ ધર્મેન્દ્રભાઈ રાઠોડ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓનું મોચી જ્ઞાતિ રામજી મંદિર નામનું ટ્રસ્ટ આવેલ છે જે મોરબી ચેરિટિ કમિશનરની કચેરી ખાતે નોંધાયેલ છે અને આ ટ્રસ્ટમાં તેઓ સભ્ય તરીકે જોડાયેલા છે અને ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી બનાવવા માટે ભાઈલાલભાઈ દામોદરભાઈ ચાવડાએ ફેરફાર રિપોર્ટ રજૂ કરેલ હતો અને ત્યારબાદ ટ્રસ્ટમાં વિશાલ રાઠોડ, જૈમિત ચાવડા તેમજ નવીનભાઈ ચાવડાનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે ફેરફાર રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો હોવાથી તેની ફેસબુકમાં ફરિયાદી હિંમતભાઈ ચાવડાએ પોસ્ટ મૂકી હતી જેનો ખાર રાખીને યશ ધર્મેન્દ્રભાઈ રાઠોડે તેઓને ફોન કર્યો હતો અને ટ્રસ્ટી તરીકે પોસ્ટ કેમ મૂકો છો ? તમે ટ્રસ્ટીઓના રાજીનામાં કેવી રીતે લ્યો છો ? તમારું રેશનકાર્ડમાંથી નામ નીકળી જશે ખબર નહીં પડે તેમ મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને આ બાબતે ભોગ બનેલા હિંમતભાઈ ચાવડાએ ભાઈલાલભાઈ ચાવડાને જાણ કરી હતી અને ત્યારબાદ હિંમતભાઈ ચાવડાએ યસ ધર્મેન્દ્રભાઈ રાઠોડ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૬(૨) અને ૫૦૭ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

ચોટીલા તાલુકાના આણંદપુર ગામે રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હિંમતભાઈ દેવજીભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૫૦) હળવદમાં હોન્ડાના શોરૂમ સામેથી બાઈક નં જીજે ૧૩ બીસી ૫૩૯૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં સામે આવેલ ટ્રેક્ટર નં જીજે ૧૩ એમએન ૯૩૬૫ ના ચાલકે તેઓના બાઈક સાથે ટ્રેકટર અથડાવ્યું હતું જેથી કરીને આધેડને હાથમાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News