મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાના સંચાલકને ગ્રાહક પાસેથી વ્યાજે લીધેલ ૫૦ હજાર સામે ૭.૫૦ લાખની પઠાણી ઉઘરાણી


SHARE







મોરબીમાં સ્પાના સંચાલકને ગ્રાહક પાસેથી વ્યાજે લીધેલ ૫૦ હજાર સામે ૭.૫૦ લાખની પઠાણી ઉઘરાણી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અગાઉ સ્પા ચલાવતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી ૩૦ ટકા વ્યાજે ૫૦૦૦૦ લીધા હતા જેની સામે વ્યાજખોરોને તે યુવાને બે લાખ રૂપિયા આપી દીધા છે તો પણ મૂળ, વ્યાજ અને પેનલ્ટી મળીને તેની પાસેથી સાડા સાત લાખ રૂપિયા વસૂલ કરવા માટે અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી યુવાને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-૪૦૦ માં રહેતા કયવન્ના શાંતિલાલ શાહ જાતે વાણીયા (૪૫) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ગોહિલ રહે. રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેનું અગાઉ વેલકમ સ્પા હતું જેના આરોપી નરેશભાઈ ગોહિલ મસાજ કરાવવા માટે નિયમિત આવતો હતો જેથી કરીને તેની સાથે મિત્રતા થઈ હતી અને ત્યારે ફરિયાદી યુવાનને રૂપિયાની જરૂર હોવાથી તેને આરોપીને ૫૦૦૦૦ રૂપિયા માટે વાત કરી હતી જેથી આરોપીએ તેને રોજનું ૫૦૦ રૂપિયા લેખે વ્યાજ લેવની શરતે ૫૦૦૦૦ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી ચાર કોરા ચેક બળજબરીથી મેળવી લીધા હતા અને ફરિયાદીએ આરોપી પાસેથી સાડા સાત લાખ રૂપિયા ઉછીના લીધેલા છે તેવું શનાળા રોડ ઉપર આવેલ નોટરીની ઓફિસે લખાણ કરાવ્યું હતું જો કે, ૫૦૦૦૦ની સામે અત્યાર સુધીમાં બે લાખ જેટલી રકમ આપી દીધી છે તો પણ વધુ પૈસા પડાવવા માટે થઈને ફરિયાદીને આરોપી દ્વારા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા નરેશભાઈ ગોહિલ સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ની કલમ-૪૦, ૪૨, મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News