મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા


SHARE







મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના સનાળા રોડ જીઆઇડીસી નજીકથી બાતમીના આધારે ૨૪ બોટલ દારૂ સાથે ત્રણને પકડી પાડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ દારૂ તેમજ જુગારની બદીને ડામવા અને કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા અને સ્ટાફ દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય મોરબી સીટી એ ડીવીઝન સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે શનાળા રોડ જી.આઇ.ડી.સી.માં એસઆર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા રહે.મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોની સામે, મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી નાનીવાવડી અને ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ મારૂતીનગર -૧ મુળ રહે.તારાણા મોરાણા ઇગ્લીશદારૂની ૨૪ બોટલો કિંમત રૂા.૧૦,૫૦૦ સાથે મળી આવતા ગુન્હો દાખલ કરી લોકઅપ હવાલે કરવામા આવેલ છે.અને દારૂ કેસમા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટીનું નામ ખુલતા તેનીસામે પણ ગુનો નોંધીને તેને પકડવા તજવીજ ચાલુ કરેલ છે.રેડની કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News