મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપીનો જેલમાંથી કબ્જો લેતી પોલીસ


SHARE







મોરબીમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપીનો જેલમાંથી કબ્જો લેતી પોલીસ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ શેરી નં-૪ માં ત્રણ મહિલાઓ ઘર પાસે ઉભી હતી ત્યારે ડબલ થવાની બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સ દ્વારા સોનાના ચેન અને પેન્ડલની ચીલઝડપ કરવામાં આવી હતી અને ૭૫ હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના લઈને બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી વૃદ્ધાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોધાવી હતી તે ગુનામાં પોલીસે એક આરોપીનો મહેસાણા પોલીસ પાસેથી મોરબી પોલીસે કબ્જો લઈને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે ચિત્રકૂટ શેરી નં-૪ માં રહેતા મૂળ જસમતગઢના રહેવાસી જોસનાબેન અંબારામભાઈ રંગપરિયા જાતે પટેલ (૫૭) એ બે અજાણ્યા શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓ તેમજ દૂધીબેન પીતાંબરભાઈ ભૂત અને દયાબેન કિશોરભાઈ કાસુન્દ્રા પોતાના ઘર પાસે ઉભા હતા દરમિયાન અજાણ્યા બે શખ્સો ડબલ સવારી બાઇકમાં ત્યાં આવ્યા હતા અને ત્યારે જયોત્સનાબેને ગળામાં પહેરેલ સોનાના ચેન તથા સોનાના શ્રીનાથજીના પેન્ડલની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને કુલ મળીને ૭૫ હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ઝડપ કરીને બાઈકમાં આવેલા અજાણ્યા બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી વૃદ્ધાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં એક આરોપીને પકડ્યો છે

જેની મળતી માહિતી મુજબ મહેસાણા એલસીબી દ્વારા એક ઇસમને પકડવામાં આવ્યો હતો જેની પાસેથી તૂટેલો ચેન મળી આવ્યો હતો જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરવામાં આવ્યું હતું જેથી એ ડિવિઝન પોલીસે વડનગર સબ જેલ ખાતેથી આરોપી રાજાસિંગ નારસિંગ બાઘા જાતે સરદાર (૨૬) રહે. નંદનવન સોસાયટી તાલુકો થરા જીલ્લો બનાસકાંઠાનો ટ્રાન્સફર કબજો મેળવ્યો હતો અને આ આરોપીની ધરપકડ કરીને તને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે જેથી તેને વડનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે






Latest News