મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની વચગાળાના જામીન માટેની અરજીનો સાતમીએ ઓર્ડર


SHARE







મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની વચગાળાના જામીન માટેની અરજીનો સાતમીએ ઓર્ડર

મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જુલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે અરજી મુકવામાં આવી હતી જેમાં આજરોજ બંને પક્ષના વકીલની દલીલ પૂર્ણ થયેલ છે અને આગામી તારીખ 7 ના રોજ વચગાળાના જામીન માટે ઓર્ડર કરવામાં આવશે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દુર્ઘટના માં કુલ મળીને 135 લોકોના મોતની નિપજયા હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીઓને પકડ્યા છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે દરમિયાન જયસુખભાઈ પટેલના ઓરેવા ગ્રુપ દ્વારા મૃતકો તથા ઇજાગ્રસ્તોને વચગાળાનું વળતર ચૂકવવા માટેની તૈયારી બતાવવામાં આવી હતી જેથી કરીને હાઇકોર્ટે એક મહિનાની અંદર તે વળતરની રકમ ચૂકવવા માટે તેને કહ્યું છે અને આ રકમ ચૂકવવા માટે થઈને જયસુખભાઈ પટેલ દ્વારા તેના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ની અંદર વચગાળાના જામીન માટે થઈને અરજી મૂકી હતી

 

જેની આજરોજ સુનાવણી હોય જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા જુદી જુદી કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓને વળતરની રકમ ચૂકવવા માટે થઈને જેલમાંથી 15થી 20 દિવસના વચગાળાના જામીન આપવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી તો સામા પક્ષેથી સરકારી વકીલ એવી દલીલ કરી હતી કે દુર્ઘટના બન્યા બાદ ત્રણ મહિના સુધી જયસુખભાઈ પટેલ ફરાર હતા અને એક મહિનાથી તે મોરબીની સબ જેલમાં છે અને તેમ છતાં પણ તેઓની ઓરેવા ગ્રુપ કંપની ચાલુ છે જોકે તેને હજુ સુધી કોઈને કોઈ પણ પ્રકારની વળતરની રકમ ચૂકવી નથી માટે તે પહેલા વળતરની રકમ ચૂકવીને ત્યારબાદ જામીન માટે અરજી કરે તેવી દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી અને આગામી 7 તારીખના રોજ કોર્ટ ઓર્ડર કરશે આ કેસમાં ભોગ બનેલા વ્યક્તિઓના વકીલ તરીકે રોકાયેલા રાજકોટના નરેન્દ્રસિંહ જાડેજા તથા મોરબીના દિલીપભાઈ અગેચાણીયા દ્વારા પણ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને પણ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવશે






Latest News