મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદના કુંભારપરામાં ઘરમાંથી ૭૨ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







હળવદના કુંભારપરામાં ઘરમાંથી ૭૨ બોટલ દારૂ સાથે એક પકડાયો

હળવદના કુંભારપરા વિસ્તારમાં મંદિરની પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૭૨ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૫૪૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે તે શખ્સની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કુંભારપરા વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરની પાસે રહેતા મુકેશભાઈ મુંધવાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૭૨ બોટલ મળી આવી હોય પોલીસે ૨૫૫૪૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને ઘરધણી મુકેશભાઇ ઉર્ફે બુટ્ટી રાણાભાઇ મુંધવા જાતે ભરવાડ (૨૮) મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં હળવદ તાલુકો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો જાણવા મળ્યું છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના અમરેલી ગામે રહેતા શૈલેષભાઈ ઓ. મોરવાડિયા (૩૦) પોતાનું બાઈક લઈને મોરબીના વીસી ફાટક પાસેથી પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક સાથે અન્ય બાઇક ચાલકે તેનું વાહન અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શૈલેષભાઈ મોરવાડિયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી


અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મિલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના લીલાપર ગામ પાસે રહેતા યોગેશ ચંપાલાલ નનેમા (૧૮) નામના યુવાનને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News