મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

તને બહુ હવા છે કહીને મોરબીમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને બે શખ્સોએ માર માર્યો, લેપટોપ-ઓફિસમાં તોડફોડ


SHARE







તને બહુ હવા છે કહીને મોરબીમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને બે શખ્સોએ માર માર્યો, લેપટોપ-ઓફિસમાં તોડફોડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઓફિસમાં ઘૂસીને તને બહુ હવા છે તેમ કહીને યુવાન ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસમાં પડેલ લેપટોપ, ખુરશી સહિતની વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જીટીપીએલની ઓફીસ ખાતે કામ કરતા ગીરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ જાતે દરબાર (૨૮) રહે. રાજકોટ યુનિવર્સિટી રોડ શિવધામ સોસાયટી વાળાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે જુનેદ ગુલામ પીલુડિયા રહે. મહેન્દ્રપરા મોરબી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા અને કોઈ કારણ વગર “તને બહુ હવા છે” તેમ કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં ફરિયાદીની ઓફિસમાં રહેલ તેના લેપટોપ, ટેબલ, ટેલીફોન તેમજ ખુરશી સહિતની વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી ગિરિરાજસિંહ ગોહિલની ફરિયાદ ઉપરથી એ ડિવિઝન પોલીસ દ્વારા જુનેદ ગુલામ પીલુડિયા સહિત બે શખ્સની સામે ઓફિસમાં તોડફોડ કરીને હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વરલી જુગાર
મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મંદિર મેઇન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે તારમહમદ ઈસ્માઈલભાઈ જુનાણી જાતે મેમણ (૪૬) રહે. કુબેરનાથ મેઈન રૉડ ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૧૭૦ ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવાળીયા ગામ પાસેથી માળીયા મીયાણા તાલુકાના નવાગામ રહેતો ઈસ્માઈલ સીદીકભાઇ નોતીયાર નામના વ્યક્તિ પોતાનું બાઈક લઈને મોરબીથી પોતાના ઘર તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં તે યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News