મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે પતિ સાથે ઝઘડો થતાં મહિતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના વાવડી ગામે પતિ સાથે ઝઘડો થતાં મહિતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના ભાગમાં એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરની અંદર દવા પી લીધી હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના વાવડી ગામ પાસે વાવડી રોડ ઉપર કબીર આશ્રમની સામેના ભાગમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા વિમલાબેન પ્રકાશભાઈ બિનસોઈ (૨૯) નામની મહિલાએ કોઈ દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિમલાબેનને તેના પતિ સાથે ઝઘડો થયો હતો અને તે બાબતે લાગી આવતા તેઓએ દવા પી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોલની સામેના ભાગમાંથી બાઈક ઉપર પાછળના ભાગમાં બેસીને કાંતાબેન ભીમજીભાઈ કંઝરિયા (૬૦) રહે. હદાણીની વાડી વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કાંતાબેન રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ (૩૨) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસે કલરકામ કરતાં સમયે બીજા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ નાનકુભાઈ મીણાલાલ પાલ (૧૮) નામના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News