મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે રસ્તા ઉપર આડા ઉતરેલા આખલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના શનાળા પાસે રસ્તા ઉપર આડા ઉતરેલા આખલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સીએનજીના પંપ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે આખલો ઉતરતા તેની સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવની અંદર યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળના ભાગમાં રહેતા સુરેશભાઈ પ્રભુભાઈ કાલરીયા (૪૭) પોતાનું બાઈક લઈને મોરબીના સનાળા ગામ પાસે આવેલ સીએનજી પમ્પ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે આખલો ઉતર્યો હતો જેથી કરીને આખલા સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરેશભાઈ કાલરીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સાગર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેટ પાસેથી ચાચાપર ગામે રહેતા અનિલ અલીયાભાઈ આદિવાસી (૫૦) નામનો આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેના બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અનિલભાઈ આદિવાસી રસ્તા ઉપર નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને તાત્કાલિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતો અમિત જોગિયાણી (૨૮) નામનો યુવાન કોઈ અજાણી ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર હળવદમાં આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની આગળની તપાસ માટે હળવદ તાલુકા પોલીસે જાણકારી હોવાનું જાણવા મળ્યું છે






Latest News