મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે અજાણ્યા વાહન ચાલકે છૂંદી નાખતા અજાણ્યા યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના હરિપર પાસે અજાણ્યા વાહન ચાલકે છૂંદી નાખતા અજાણ્યા યુવાનનું મોત

માળીયા કંડલા હાઇવે ઉપર હરીપર ગામથી સુરજબારી પુલ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા પુરુષના શરીર ઉપરથી તેનું વાહન ફેરવીને યુવાનને છૂંદી નાખતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હોય મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા કંડલા નેશનલ હાઈવે ઉપર આવેલ હરિપર ગામથી સુરજબારી પુલ વચ્ચે દેવ સોલ્ટ મીઠાના કારખાનાથી થોડા આગળ અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષના યુવાનને હડફેટે લીધો હતો અને તેના શરીર ઉપરથી અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન ફેરવી દેતા યુવાનનું શરીર છૂંદાઈ ગયું હતું અને તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ વાહન ચાલાક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હોય કરીને હાલમાં આ બનાવ અંગે હરીપર ગામે મજૂરી કામ કરતા સલીમભાઈ ફતેહમતભાઈ કટિયા જાતે મિયાણા (૨૦)ની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક પચીસ વારિયામાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવતા પોલીસે ૧૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી બશીરભાઇ સુલતાનભાઈ રાઉમા જાતે સંધિ મુસ્લિમ (૩૯) રહે. પંચાસર રોડ મહેશ પાનની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે
 






Latest News