મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી માધાપરવાડી કન્યા શાળા વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઑ


SHARE







મોરબી માધાપરવાડી કન્યા શાળા વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઑ

શિક્ષણએ વિશાળ દરીયા સમાન છે, શિક્ષણમાં જેટલું શીખીએ તેટલું ઓછું પડે છે, શિક્ષણમાં આદન પ્રદાનની પ્રક્રિયાથી ઘણું બધું શીખી શકાય છે, જાણી શકાય છે, એ અન્વયે ઓમ વિદ્યાવાસીની બી.એડ કોલેજ અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા  તાલીમાર્થીઓએ મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લીધી હતી અને કોલેજના તમામ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ બધા તાલીમાર્થી શાળામાં પહોંચતા શાળાના આચાર્ય દિનેશભાઈ ડી. વડસોલાએ સહિત તમામ શિક્ષક બહેનો અને ભાઈઓએ તમામ તાલીમાર્થી અને ભવિષ્યના શિક્ષકોને ઉષ્માભેર આવકાર્યા હતા અને તાલીમાર્થીઓને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ સમજાવી હતી. બાળક સાથે બાળક બનીને શિક્ષણકાર્ય કરાવવું જોઈએ,પાઠ કે એકમ સમજાવતી વખતે વિષયવસ્તુ,વિષય નિરુપણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, વિષય પ્રવેશ,વિષયની સમજ શૈક્ષણિક સાધનોની મદદથી આપવી જોઈએ, ટી.એલ.એમ. નો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર દ્રઢીકરણ,પુનરાવર્તન, સ્વાધ્યાય કાર્ય,નિદાન,ઉપચાર કરી વિદ્યાર્થીઓને કઠિન લાગતા મુદ્દાઓની સમજ વિકસાવવી જોઈએ, વેગેર બાબતોની સમજ આપી હતી અને જ્ઞાનકુંજ, આઈસીટી લેબ, સર્વ શિક્ષા અભિયાન,પ્રજ્ઞા અભિગમ, વિદ્યાર્થીઓને મળતા લાભો, એમ.ડી.એમ. શિષ્યવૃતિ ઓનલાઈન શિક્ષણ, જી.શાળા એપ માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે વિશે વિસ્તૃત માહિતી દિનેશભાઈ વડસોલા અને જયેશભાઈ અગ્રાવતે આપી હતી






Latest News