ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE







વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી મહિલાએ તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના ડેડ બોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઇ સરાવાડીયા (૩૮) નામની મહિલાએ તેની ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આપઘાતનો પ્રયાસ
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામેના ભાગમાં આવેલ યદુનંદન પાર્ક લક્ષ્મી સોસાયટીમાં રહેતા કુશ ધર્મેન્દ્રભાઈ હડિયાળ (૨૫) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આપઘાતના પ્રયાસના આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એસપી રોડ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતા કિશન મુળુભાઈ ડાંગર (૩૦) નામના યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News