મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામના વિદ્યાર્થીઓને એસટી માટે થતી હાલાકીનું જાત નિરીક્ષણ કરતા ધારાસભ્ય


SHARE







મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામના વિદ્યાર્થીઓને એસટી માટે થતી હાલાકીનું જાત નિરીક્ષણ કરતા ધારાસભ્ય

મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ વહેલી સવારે એસટી બસ મારફતે શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે જોકે ઘણી વખત એસટીની બસ સમયસર આવતી ન હોવાથી અથવા તો વહેલી સવારના રૂટ કેન્સલ કરવાના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે મોરબી તાલુકાના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી જે વિદ્યાર્થીઓ મોરબીની શાળા કે કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે તેના માટે વહેલી સવારે જે બસ ચાલુ હતી તેને એસટી વિભાગ દ્વારા બંધ કરી નાખવામાં આવી હતી જેથી કરીને આ બસને તાત્કાલિક શરૂ કરવા માટે થઈને ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા એસટી વિભાગના જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ એસટી બસને શરૂ કરવામાં આવી ન હતી દરમિયાન ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા કે જેમના મતવિસ્તારમાં વનાળીયા અને ગોર ખીજડીયા ગામનો સમાવેશ થાય છે તેઓ વિદ્યાર્થીઓને વહેલી સવારે એસટી બસ મેળવવા માટે પડતી મુશ્કેલીનું જાત નિરીક્ષણ કરવા માટે થઈને ગોર ખીજડીયા ગામે પહોંચ્યા હતા ત્યારે ગોર ખીજડીયા ગામના સરપંચ અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને એસટી બસ માટે પડતી હાલાકી અંગે ધારાસભ્યને રૂબરૂ ચર્ચા કરી હતી ત્યારબાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીઓને એસ.ટી.ની બસ માટે થઈને પડતી હાલાકી દૂર કરવા માટે એસટી વિભાગના જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.






Latest News