મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક પુલ ઉપરથી નદીમાં ટેન્કર પડતા ટેન્કરના ડ્રાઇવરનો સાતમા દિવસે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના આમરણ નજીક પુલ ઉપરથી નદીમાં ટેન્કર પડતા ટેન્કરના ડ્રાઇવરનો સાતમા દિવસે મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી નદીના પુલ ઉપર થી ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાનુ ટેન્કરને રેલિંગ સાથે અથડાવતા ટેન્કર રેલિંગ તોડીને નીચે નદીના પાણીમાં પડ્યું હતું જેથી કરીને પાણીમાં ટેન્કર સાથે ટેન્કરનો ડ્રાઇવર પણ ડૂબી જતા અને તેને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવા આવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના જહાજપુર તાલુકાના સરસિયા ગામનો રહેવાસી પિયુષકુમાર ફુલસિંગ મીણા (ઉંમર વર્ષ 25) નામનો યુવાન મોરબી તાલુકાના આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી નદીના પુલ ઉપરથી પોતાનું ટ્રક ટેન્કર નંબર જીજે 12 બીએક્સ 4697 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાનું ટેન્કર બેફિકરાય થી ચલાવીને પુલની રેલિંગ સાથે અથડાવ્યું હતું જેથી કરીને રેલિંગ તોડીને ટેન્કર નીચે નદીના પાણીમાં પડ્યું હતું અને ત્યારે માથામાં ગંભીર ઈજા થવાથી અને પાણીમાં ડૂબી જવાથી ટેન્કરના ચાલક પિયુષકુમાર ફુલસિંગ મિણાનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં બોનીભાઈ પરસોત્તમભાઈ ભુજપરીયા જાતે સતવારા (ઉમર 25) રહે ગાંધીધામ ભારતનગર હનુમાન મંદિર પાસે તાલુકો ગાંધીધામ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કુંજ સોસાયટીમાં રહેતા દામાણી પુષ્પાબેન સુરેશભાઈ (ઉંમર વર્ષ 49) પગપાળા ચાલીને વાવડી રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં પુષ્પાબેનને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વસંત પ્લોટ વિસ્તારની અંદર રહેતા કુંદનભાઈ પાનાચંદ મહેતા (70) પોતાનું બાઇક લઇને વસંત પ્લોટમાં ગોકુલ કોમ્પલેક્ષ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે તેના બાઈકની સાથે બાઈક અથડાવેલ હતુ જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો અને તેમાં કુંદનભાઈ મહેતાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..






Latest News