તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ટ્રેન હેઠળ પડતુ મુકતા અજાણ્યા યુવાનનું મોત, ઓળખ મેળવવા તજવીજ શરૂ


SHARE











મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ટ્રેન હેઠળ પડતુ મુકતા અજાણ્યા યુવાનનું મોત, ઓળખ મેળવવા તજવીજ શરૂ

મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ કારખાનાની સામેના ભાગે રેલ્વે ટ્રેક ઉપર ગતરાત્રિના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું જેથી તેનું મોત નિપજતા મકનસર રેલ્વે સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મકનસર રેલ્વે સ્ટેશન માસ્તર પવનકુમાર દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ ટાઇલ્સ નામના કારખાના સામેના ભાગે આવેલ રેલ્વે ટ્રેક ઉપર ગતરાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં આશરે પચ્ચીસેક વર્ષીય અજાણ્યા યુવાન દ્વારા ટ્રેન હેઠળ પડતું મૂકવામાં આવ્યું હતું જેથી કરીને તેનું ટ્રેન હેઠળ કપાઈ જવાથી કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.તેઓના પાસેથી મળતી માહિતી મુજબ અજાણ્યા મૃતક યુવાનની ઉંમર આશરે ૨૫ વર્ષની છે અને તેણે શરીરે કાળા કલરનો શર્ટ અને ગ્રે કલર જેવું પેન્ટ પહેરેલ છે.અજાણ્યા મૃતક યુવાને શા માટે અંતિમ પગલું ભર્યું..? તે હાલ તપાસનો વિષય છે.જોકે હાલ અજાણ્યા યુવાનની ઓળખ પણ થઈ શકી ન હોય તે માટે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.ઉપરોક્ત ફોટાવાળી વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય કે તેના વિશે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૧૫૯૨ અથવા તપાસ અધિકારી જીજ્ઞાશાબેન કણસાગરાના મોબાઈલ નંબર ૭૦૧૬૮ ૩૨૩૮૯ ઉપર માહિતી આપવા યાદીમાં જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

માળિયા મિંયાણાના ખાખરેચી ગામનો પાર્થ ભવાનભાઈ જસાપરા નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ શ્રદ્ધા હોટલ નજીકથી જતો હતો ત્યારે ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો અને ત્યાંથી બનાવની તાલુકા પોલીસને જાણ થતા હાલમાં ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદના દેવીપુર ગામના રહેવાસી નરેન્દ્ર મનજીભાઈ તારબુંદીયા નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વેગડવાવ ગામ પાસે તેના બાઈક સાથે ભૂંડ અથડાતા તે નીચે પડી ગયો હતો અને તેને શરીરે ઇજા પહોંચતા તેને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News