ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખોડીયાર જિનિંગ એન્ડ પ્રોસેસિંગ ફેકટરીમાંથી ડ્રાઇવરે કરી રોકડા ૧૪ લાખનાની ચોરી


SHARE







વાંકાનેરમાં ખોડીયાર જિનિંગ એન્ડ પ્રોસેસિંગ ફેકટરીમાંથી ડ્રાઇવરે કરી રોકડા ૧૪ લાખનાની ચોરી

વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ ખોડીયાર જિનિંગ એન્ડ પ્રોસેસિંગ ફેક્ટરીના માલિકની ઓફિસમાં રાખેલ રોકડા રૂપિયા ૧૪ લાખ તથા સ્કૂટર આમ કુલ મળીને ૧૪.૧૫ લાખની કિંમતના મુદ્દામાલની તેજ ફેક્ટરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરની મેઘાણી શેરીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ચિત્રકૂટ ધામ અક્ષર માર્ગ ખાતે રહેતા નિલેશભાઈ જયચંદ્રભાઈ મેઘાણી જાતે જૈન વાણીયા (૬૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સત્યજીત દાનાભાઈ કરપડા રહે. હાલ કણકોટ પાટીયા પાસે રાજકોટ મૂળ રહે. દીપગંગા એપાર્ટમેન્ટ ટીંબાવાડી જુનાગઢ વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર તેની ખોડીયાર જીનિંગ અને પ્રોસેસિંગ ફેક્ટરીમાં આરોપી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને ફરિયાદીની ઓફિસમાં રાખેલ રોકડા રૂપિયા ૧૪ લાખ તથા સ્કૂટર નંબર જીજે ૩ એફજી ૭૦૩૧ જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧૪.૧૫ લાખની કિંમતના મુદ્દામાલની ફેક્ટરીના ડ્રાઇવર દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા ફેક્ટરીના માલિક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News