મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની મેમણ શેરીમાં ઘર પાસે મારામારીમાં ઇજા પામેલા બે બાળકો સારવારમાં


SHARE











મોરબીની મેમણ શેરીમાં ઘર પાસે મારામારીમાં ઇજા પામેલા બે બાળકો સારવારમાં

મોરબીની મેમણ શેરીમાં ઘર પાસે કોઈ કારણોસર મારા મારીનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી બે બાળકોને સારવાર માટે મોરબીની જુદીજુદી હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર આવેલ મેમણ શેરીમાં ઘર પાસે કોઈ કારણોસર મારા મારીનો બનાવ બનેલ હતો જેમાં અફઝલ હુસેનભાઈ પીંજારા (૭)ને ઇજા થતાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈને આવ્યા હતા અને અફઝલ જુબેરભાઈ મન્સૂરી (૮) ને ઇજા થતાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા તપાસ કરી રહ્યા છે તેની પાસેથી મળતી માહિતી મુજબ ઘર પાસે માથાકૂટ થઈ હતી જેમાં બંને બાળકોને ઇજા થયેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે શ્રદ્ધા હોટલ નજીકથી માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો પાર્થ ભવાનભાઈ જસાપરા (૨૨) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી પાર્થ જસાપરાને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના મેરુપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા શૈલેષભાઈ હસમુખભાઈ ભાલનાયક (૨૨) નામના યુવાને કોઈ અજાણી ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે






Latest News