મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે બાઇક આડે ભૂંડ ઉતરતા અક્સમાત સર્જાયો: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







હળવદના વેગડવાવ ગામે બાઇક આડે ભૂંડ ઉતરતા અક્સમાત સર્જાયો: ઇજાગ્રસ્ત સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતો યુવાન વેગડવાવ ગામ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક આડે ભૂંડ ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપર ગામે રહેતો નરેન્દ્ર મનજીભાઈ તારબુંદીયા (૨૯) નામનો યુવાન હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ઈજા થવાથી નરેન્દ્ર તારબુંદીયાને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરી હતી અને ત્યાથી વધુ તપાસ માટે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી

ઝેરી દવા પીધી

જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતો સાવન છગનભાઈ આદિવાસી (૩૫) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક બેંક પાસે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સત્તારભાઈ હુસેનભાઇ શેખ (૪૨) હતા ત્યારે ત્યાં અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News