મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘોઘુભાઈ કારિયા દ્વારા માતાના સ્મર્ણાર્થે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીના ઘોઘુભાઈ કારિયા દ્વારા માતાના સ્મર્ણાર્થે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં માતાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર પ્રવીણભાઈ કારીયા તરફથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયાની પુનિત યાદમાં ડો.હસ્તીબેન મેહતાના ૧૦૩ માં મેડીકલ કેમ્પનું આયોજન પ્રવીણભાઈ (ઘોઘુભાઈ) કારીયાના આર્થિક અનુદાનથી અહીંના પૂજન હાઈટ્સ રાષ્ટ્રીય શાળાની સામેની શેરી કાલિકા પ્લોટ મેઈન રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨:૩૦ સુધી યોજવામાં આવ્યો હતો.કેમ્પનો ૮૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.જેમાં દર્દીનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપેલ સાથે જરૂરિયાત મુજબ ૬૫ દર્દીનું બીપી ચેકઅપ તથા બ્લડ સુગર ફ્રીમાં ચેકઅપ કરી આપેલ. કેમ્પમાં આંખની પ્રાથમિક તપાસ માટે જનતા ઓપ્ટીકલના અક્ષયભાઈ દ્વારા ૭૦ જેટલા લોકોની તપાસણી કરવામાં આવેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે રૂચિર કારીયા, ફિરોઝભાઈ બગથરીયાએ જહેમત ઉઠાવેલ.કેમ્પ સહાયક ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઇ દેસાઈ, કોઠારીભાઈ, કૌશીકાબેન રાવલ, રૂચિતાબેન પંડ્યા દ્વારા સેવા આપવામાં આવી હતી






Latest News