તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના બે બનાવમાં વૃદ્ધ અને યુવાનને ઈજા થતા સારવારમાં


SHARE











મોરબીમાં વાહન અકસ્માતના બે બનાવમાં વૃદ્ધ અને યુવાનને ઈજા થતા સારવારમાં

મોરબીના બે જુદાજુદા અકસ્માતના બનાવમાં એક વૃદ્ધ અને એક યુવાનને ઇજા પહોંચતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઓમ સોસાયટી પંચાસર રોડ ખાતે રહેતા ગણેશભાઈ અણદાભાઈ નેસડિયા નામના ૭૨ વર્ષના વૃદ્ધ પગપાળા જતા હતા ત્યારે પંચાસર ચોકડી નજીક અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા પામેલ ગણેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર આવેલ વિનાયક પોલીમર્સ નામના કારખાનાના ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા જયંતીભાઈ મગનભાઈ ધોળકિયા નામના ૪૩ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસેથી જતો હતો ત્યારે ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા હાર્દિકભાઈ કાવર નામના યુવાને જયંતીભાઈને સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ બી ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે જાણ કરવામાં આવેલ હોય વાલભા ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતો નિલેશ જયેશભાઈ મકવાણા નામનો ૨૫ વર્ષનો યુવાન શહેરને સામાકાંઠે આવેલ નટરાજ ફાટક પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અગાઉની મારામારીના બનાવમાં તપાસ અધિકારી જીગ્નાશાબેન કણસાગરા દ્વારા મારામારીના કેસમાં ગોપાલ મશરૂ મુંધવા (૨૦) રહે.નીચી માંડલ અને રણજીત ભગવાન ઝાપડા રબારી (૨૨) રહે.લીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાઓની ધરપકડ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના બરવાળા ગામે રહેતો હર્ષદ કાંતિલાલ પરમાર નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબી તરફથી ઘરે જતો હતો ત્યારે બગથળા નજીક સ્પીડબેકર આવતા બાઇક ધીમુ કરતા પાછળથી આવતા ટ્રકના ચાલકે હર્ષદભાઈના બાઈકને હડફેટે લેતા ટ્રકનું ટાયર હર્ષદભાઈના હાથ ઉપરથી ફરી વળ્યું હતું જેથી ઈજા પામેલ હર્ષદભાઇ પરમારને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના પીપળી ગામ નજીક આવેલ લીડવેલ નામના કારખાના પાસે રહેતા સુરમન ગજેઇંન ઘુમડ (૨૮) ને પીપળી રોડ ઉપર લોર્ડસ હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલએ લાવવામાં આવેલ જેથી તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News