તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી-કેસરબાગ પાસે જુગારની જુદીજુદી બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી-કેસરબાગ પાસે જુગારની જુદીજુદી બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે અને કેસરબાગ રોડ ઉપર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર જુગારીઓ ઝડપાયા હતા અને એકને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરી છે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઓસીના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે પ્રવીણભાઈ રાજેશભાઈ હમીરપરા જાતે કોળી (૨૮), ગાંડુભાઈ નારણભાઈ ટીડાણી (૨૭) અને અરવિંદભાઈ બાબુભાઈ કુંવરિયા (૩૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪૭૬૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર કેસર બાગ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું પોલીસને ધ્યાન પર આવ્યું હતું જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા મોબાઈલમાં વ્હોટ્સએપમાં લખવામાં આવતા હતા અને રોકડા રૂપિયા ૪૨૬૦ તેમજ એક મોબાઈલ મળીને ૬૭૬૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે યુનિસ ઉર્ફે કાળો નથુશા શાહમદાર જાતે ફકીર (૩૫) રહે. મકરાણી વાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ દ્વારા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અવેસ નામના શખ્સ પાસે કપાત કરાવવામાં આવતી હોય તેની સામે પોલીસે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News