વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા


SHARE











માળીયા (મી)ના વધારવા નજીક વડોદરાથી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો અકસ્માત: ૧૫ મુસાફરોને ઇજા

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વધારવા ગામના પાટિયા પાસે વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીન્સે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વડોદરા થી કચ્છ જતી પટેલ ટ્રાવેલ્સની વોલવો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૫ થી વધુ મુસાફરોને નાના મોટી ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (૪૨) રહે. ધોળકા, વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ, વિજયભાઈ  રામચંદ્ર ગુપ્તા (૨૩) રહે. અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ, સૌરભ સોની (૩૦) રહે. બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (૩૪) કલ્પના દિપક આણંદ દાની (૩૪) રહે. આદિપુ, રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) રહે. ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (૫૮), રહે.કચ્છ, કાનો દિનેશભાઇ (૧૯) રહે.અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ (૫) રહે. સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (૪૦) રહે. ગાંધીધામને ઇજાઓ થયેલ છે જેથી કરીને તે તમામને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવેલ છે વધમાં બસમાં બેઠેલા મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે બસમાં બધા જ મુસાફરો સૂતા હતા ત્યારે આચનાક જ બસ રોડ સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડ્રાઇવરને સવારે જોકું આવી ગયું હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પણ મુસાફરો કહી રહ્યા હતા






Latest News