મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ


SHARE







અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટરમાં રહેતા શખ્સની અમદાવાદ પોલીસે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં સંડોવાયેલ ઈસમ મોરબી હોવાની બાતમીને આધારે અમદાવાદની કારંજ પોલીસ મોરબી આવી હતી અને અહીં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભીમજી સવારામ સલાટ જાતે મારવાડી નામના શખ્સની ઉપરોક્ત ગુનામાં સંડવણી હોય તેને કાર્યવાહી અર્થે અમદાવાદ લઈ ગઈ હોવાનું વધુમાં પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા પ્રવીણભાઈ જેઠાભાઇ પરમાર નામનો ૩૪ વર્ષનો યુવાન શનાળથી આગળ આવેલ રાજપર ગામની નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી પોતાનું બાઈક લઇને જતો હતો ત્યારે બાઇકની આડે અચાનક રોજડુ (જંગલી પ્રાણી) આડુ ઉતરતા પડી જતા ઇજા થતા પ્રવીણભાઈ પરમારને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો જગદીશ હકાભાઇ ધામેચા નામનો ૩૦ વર્ષનો યુવાન સોસાયટી પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતો વીરસિંહ ગોપ નામનો યુવાન ઢુવા નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન રતીજભાઈ સૈયદ (ઉંમર ૩૦) નામની મહિલાને ઘર નજીક પાડોશી સાથે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News