મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બે લાખની સામે રૂા.૩.૬૦ લાખ ચૂકવી દેવા છતાં કાર પડાવી સહીવાળા ચેક લખાવી લેનાર વ્યાજખોરની ધરપકડ


SHARE







મોરબીમાં બે લાખની સામે રૂા.૩.૬૦ લાખ ચૂકવી દેવા છતાં કાર પડાવી સહીવાળા ચેક લખાવી લેનાર વ્યાજખોરની ધરપકડ

મોરબીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી કાર પડાવી લઈ કોરા ચેક લઈ દમદાટી મારનાર શખ્સની મોરબી પોલીસે કરી ધરપકડ.

સુરેન્દ્રનગર જિલ્લાના કુંતલપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર પાસે આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અને મટીરીયલ્સના ટ્રેડિંગનું કામકાજ કરતા રાહુલભાઈ નટુભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૦) એ કિરણભાઈ બોરીચા રહે.પંચાસર રોડ શ્યામપાર્ક સોસાયટી વાળાની સામે જેતે સમયે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે, પોતે બે લાખ રૂપિયા કિરણભાઇ પાસેથી લીધા હતા અને તેની સામે તેમણે રૂા.૩.૬૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ કિરણભાઇએ વધુ વ્યાજની ઉઘરાણી કરી ફરિયાદીની વેગનાર કાર નં.જીજે ૩૬ ટી ૩૭૮૯ તથા ઈડુંસન્ડ બેન્કનો સહી વાળો ચેક બળજબરીથી મેળવી લઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝનના મહિલા પીએસઆઇ પુષ્પાબેન સોનારા દ્વારા વ્યાજખોરિના આ કેસમાં કિરણભાઇ રામાભાઇ બોરીચા (ઉમર ૪૧) રહે.ધરતીપાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબીની ધરપકડ કરી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રહેતો કમલેશ રમેશભાઈ બીલવાડ નામનો ૨૨ વર્ષનો યુવાન નીચી માંડલ ગામે સીમમાં આવેલ મનુભાઈ પટેલની વાડીએ કોઈ કારણોસર ઝેપી દવા પી ગયો હતો.જેથી તેને બેભાન હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના જીજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતો પ્રકાશ સવજીભાઈ ચારડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હોય તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જેથી બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News