મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને હેમરેજ જેવી ઈજા પહોંચાડનાર બાઈક ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીમાં યુવાનને હેમરેજ જેવી ઈજા પહોંચાડનાર બાઈક ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં જમ્મુ-કાશ્મીરના યુવાનને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેને રાજકોટ ખસેડીયો હતો જે બનાવમાં ભોગ બનેલ યુવાનના મોટા ભાઈએ બાઈક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી નજીક શક્તિ ચેમ્બર-૧ ની સામે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ગત તા.૧૫-૧ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં જમ્મુ-કશ્મીરના વતની બસીરભાઇ (ઉંમર ૪૪) નામનો યુવાન રોડ ક્રોસ કરતો હતો તે સમયે એક બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ પહોંચતા મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બશીરભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર જાઓ પહોંચી હોય તેમને રાજકોટ ખસેડાયા હતા.બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના મોટા ભાઈ ઝહરઅહેમદ ગુલામનબી ભટ્ટી જાતે મુસ્લિમ (ઉમર ૪૨) રહે.ક્રોસિંગ તા.હજરતબલ જી.શ્રીનગર જમ્મુ-કશ્મીર એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે બાઈક નંબર જીજે ૩ એચવી ૯૪૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

બાઈક સ્લીપ થતા ઇજા

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતો મુનાફ મહમદઅલી શેરસીયા નામનો ૩૨ વર્ષનો યુવાન જોધપરથી કોઠી રોડ ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ પામેલા મુનાફભાઈને સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ટંકારા પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પામેલ હિંમતભાઈ જોરાવરભાઈ ચાવડા (૩૩) અને ખમૈયાભાઈ લોખરીયાભાઈ વનુરીયા (૩૪) રહે.બંને લીલાપર તા.જી.મોરબીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના ધ્રોલ ખાતે રહેતા રવિ નાનજીભાઈ દેવીપુજક નામના યુવાનને મોરબીના નવા બસ સ્ટેશન પાસે બસ સાથે અકસ્માત થયો હોય ઈજાઓ થતા રવિ દેવીપુજકને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News