મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ધમાલગલીમાં બાળકોથી લઈને વૃદ્ધો સહિતનાએ શેરી રમતો રમીને બચપનના દિવસો યાદ કર્યા


SHARE







મોરબીની ધમાલગલીમાં બાળકોથી લઈને વૃદ્ધો સહિતનાશેરી રમતો રમીને બચપનના દિવસો યાદ કર્યા

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા આજે રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબીના બાળકો સહિતના લોકો આવ્યા હતા અને શેરી રમતો રમીને વડીલો સહિતના લોકોએ તેના બચપનના દિવસોને યાદ કર્યા હતા

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને ફોટાથી રમવું, લંગડીઆંધળોપાટોકોથળા દોડધમાલિયો ધોકોભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા આજે સવારે સાત વાગ્યાથી ભવાની જીન મીલ કુંશનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં બાળકો જુમ્બા ડાન્સ, ગરબા, યોગા, કોથળા દોડધમાલિયો ધોકોભમરડોલંગડીઆંધળોપાટોમલ કુસ્તીલખોટીસાપસીડીદોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી શકશે તેની સાથોસાથ બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટપ્લેઈગ કાર્ડચેસલુડો સહિતની જૂની શેરી રમતો રમી હતી તેમજ આ કાર્યક્રમમાં મોરબીના શિક્ષણ ક્ષેત્રના અગ્રણી કિશોરભાઇ શુક્લ, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના સંચાલક હાર્દિકભાઇ પડલિયા સહિતના હાજર રહ્યા હતા અને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે વાલીઓને આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ અશોકભાઈ મહેતાબંસી શેઠસેક્રેટરી રસેશ મહેતા અને ધમાલગલીના ચેરમેન સિદ્ધાર્થ જોશી સહિતનાજહેમત ઉઠાવી હતી 






Latest News