મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત, દેહદાન કરાયું


SHARE







મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત, દેહદાન કરાયું

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની ૧૯ વર્ષીય યુવતી કોઇ અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી જેને અમદાવાદ ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.જેના મૃતદેહનું દેહદાન કરાયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની ૧૯ વર્ષીય યુવતીએ ગત તા.૩૧-૮ ના રોજ સાંજે સાતેક વાગ્યે તેના ઘેર કોઈ કારણોસર ઘાસ બાળવાની દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે આરતીબેન રાણવાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જયાં આજ તા.૬-૯ ના રોજ વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન આરતીબેન રાણવાનું મોત નીપજયું છે.બનાવને પગલે મૃતક આરતીબેનના મૃતદેહનું અંગદાન કરવામાં આવ્યું હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવના પગલે બીટ વિસ્તારના જમાદાર જે.જે.ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.મૃતક આરકીબેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે હાલ તપાસનો વિષય છે.

છ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મદીના પેલેસ નજીક રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં ત્યાંથી નીકળેલા જીલાની કાસમભાઈ પીંજારા નામના ૧૯ વર્ષીય વીસીપરા ફુલછાબ કોલોની વિસ્તારમાં રહેતા ઇસમને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની છ (૬) બોટલો કિંમત રૂા.૧૮૦૦ નો દારૂનો જથ્થો મળી આવતા હાલમાં જીલાની પીંજારાની ધરપકડ કરવામાં આવેલી છે.જ્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામે સીમ વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા યુવરાજસિંહ પ્રવિણસિંહ જાદવને મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

 




Latest News