વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્‍લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે


SHARE











મોરબી જિલ્‍લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે

ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ  

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં આર્યન ૪, ફોલીક એસીડ ૪,  વિટામીન બી-૧૨ જેવા પોષક તત્વોની ઉણ૫ ન રહે તે માટે ભારત સરકારના ભારતીય ખાદ્ય નિગમ (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ના નિર્ણય મુજબ મઘ્યાહન ભોજન યોજનામાં ફોર્ટીફાઇડ રાઇસ એટલે કે પોલિશ્ડ કાચા ચોખા અથવા પોલિશ્ડ પારબોઇલ્ડ ચોખા જેને ચોખાના આકારના દાણા સાથે પ્રમાણસર ભેળવવામાં આવે છે. જે ભારત સરકારના ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટીના ઘોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી સજજ હોય છે. જેથી બાળકોના આહારમાં ફોર્ટીફાઇડ ચોખાનો ઉ૫યોગ કરવા જણાવેલ છે.  

સામાન્ય ચોખાને વ૫રાશમાં લેતા ૫હેલા પીરસવાથી4 પોલિશ્ડ કરવાથી વિટામીનો નાશ પામે છે જયારે ચોખાનું ફોર્ટીફીકેશન કરવાથી ખોવાયેલ સુક્ષ્મ તત્વોને જેવા કે આર્યન4 જીંક4 ફોલીક એસીડ4 વિટામીન બી-૧૨4 વિટામીન-એ ઉમેરાય છે. ફોર્ટીફાઇડ ચોખા રાંઘવાથી પોષક તત્વો જળવાઇ રહે છે અને આ ફોર્ટીફાઇડ ચોખામાંથી બનાવેલ વાનગીઓ જેવી કે બાફેલા ચોખા4 પુલાવ4 બીરીયાની જેવી વાનગીઓનો રંગ બદલાતો નથી. મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મઘ્યાહન ભોજન યોજનામાં પીરસવામાં આવતા ભોજનમાં તેમજ કોવિડ-૧૯ ના સમયગાળા દરમ્યાન શૈક્ષણિક કાર્ય બંઘ રહેતા ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં વિતરણ કરવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા  અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ કરવામાં આવે છે.






Latest News