મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રોયલપાર્કમાંથી ૮૫ ચાઇના દોરીની ફિરકી પકડાયાના બનાવમાં વધુ બેની ધરપકડ


SHARE











મોરબીના રોયલપાર્કમાંથી ૮૫ ચાઇના દોરીની ફિરકી પકડાયાના બનાવમાં વધુ બેની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલપાર્કમાં રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ૮૫ ચાઇના દોરી કિંમત રૂા.૧૭,૦૦૦ ના મુદામાલ સાથે જેતે સમયે એક યુવાન પકડાયો હતો અને તેની પાસેથી વધુ બે શ્ખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડીને પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા રહે. કુબેરનગર મોરબી વાળો તેના સાગરીતો સાથે મળી રોયલપાર્ક અને કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે રોયલપાર્કમાં આવેલ રહેણાક મકાનમાં રેડ કરી હતી ત્યારે પ્રથમભાઇ મનસુખભાઇ કેલા જાતે મોઢવાણીયા (ઉમર ૧૯) રહે. કુબેરનગર ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળો મળી આવ્યો હોય અને તેની પાસેથી પ્રતિબંધીત ચાઇના દોરીની ૮૫ ફિરકી કિંમત ૧૭,૦૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે તે કબ્જે કરીને પ્રથમ કેલાની જેતે સમયે ધરપકડ કરી હતી.જયારે તેની સાથેના કૃણાલ બટુકભાઇ પિત્રોડા જાતે લુહાર (૨૫) રહે. રોયલપાર્ક નવલખી રોડ મોરબી અને વિશાલ મહાદેવભાઇ કાચરોલા જાતે પટેલ (૨૮) રહે. કુબેરનગર ત્રિલોકધામ મંદિરની પાસે મોરબી વાળાઓની પણ પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા જિજ્ઞાસાબેન ઉર્ફે જીગ્નીશાબેન શંકરભાઈ ઉમા નામની ૧૮ વર્ષીય યુવતી વાળી વિસ્તારમાં કોઈ કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસેથી બેભાન હાલતમાં શક્તિસિંહ ઝાલા નામના ૩૫ વર્ષના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને તેના વાલી વારસ મળેલ ન હોય તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.હાલ શક્તિસિંહ ઝાલા નામના યુવાનને સિવીલે સારવાર માટે એડમિટ કરાયો છે અને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા નિકિતાબેન રમેશભાઈ ત્રિવેદી (૨૫) અને સુશીલાબેન સુખલાલ ત્રિવેદી (૩૦) નામના બે મહિલાઓને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અહિંની સિવિલે લવાયા હતા જેથી એ ડિવિઝન પોલીસે આ અંગે નોંધ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે જામનગરના રામપર ગામના રહેવાસી મહિપતભાઈ ગોવિંદભાઈ બગધર નામના ૫૨ વર્ષના આધેડને મોરબી-નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર નજીક બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News