મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે સાપે દંસ મારી દેતા છ વર્ષના બાળકનું મોત


SHARE











હળવદના ચરાડવા ગામે સાપે દંસ મારી દેતા છ વર્ષના બાળકનું મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના છ વર્ષના બાળકને સાપે દંસ મારી દીધો હતો જેથી કરીને તેને સારવાર લઈને  આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદયપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે નિલેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દાદુભાઇ રાઠવાના છ વર્ષના દીકરા કિરણને સાપે દંસ માર્યો હતો જેથી કરીને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને મૃતક બાળકના પિતા દાદુભાઇ વેસ્તાભાઈ રાઠવા (૩૩)એ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારતા ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ શિવ શક્તિ મંદિરે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા કેશવભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (૨૪) સુતા હતા ત્યારે ત્યાં અજાણ્યા લોકોએ આવીને તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા કેશવભાઈ પરમારને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News