મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE







મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી રોજગાર વિનિમય કચેરી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ અને મોરબીની શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદેશ રોજગાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમીનારનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં રોજગાર કચેરીની સેવાવિદેશ રોજગાર સેલની કામગીરીવિદેશ રોજગારવિઝાપાસપોર્ટએજ્યુકેશન લોનઅનુંબધમ પોર્ટલ વિશે માહિતીધો. ૧૦ અને ૧૨ પછી મળતા વિવિધ સ્કોપડીપ્લોમાં તેમજ ડીગ્રીઆઈ.ટી.આઈ. સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટર માં રહેલ નોકરીના તકો વિશે માહિતી આપવામાં આવી હતી જેનો અંદાજીત ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમીનારમાં વિદેશ રોજગાર સેલ(રાજકોટ)ના અલતાફ દેરયા અને જિલ્લા રોજગાર કચેરી- મોરબીના ચતુરભાઈ વરાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News