મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE











વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન તેના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતો હતો ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખવા જતા જાળ લાગી હતી જેથી કરીને યુવાન ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે યુવરાજસિંહ ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતો અનિલભાઈ છગનભાઈ ડાવર (ઉંમર ૩૫) વાડીએ હતો ત્યારે તેના પત્ની સહિતના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતા હતા ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા તેની જાળ લાગી હતી જેથી કરીને અનિલભાઈ ડાવર દાઝી ગયો હતો માટે તેને પ્રથમ સારવારમાં વાંકાનેરની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

યુવાન કૂવામાં પડી ગયો

મોરબી નજીકના સનાળા ગામે રહેતો નીતિનભાઈ ધનજીભાઈ સોલંકી (૨૭) નામનો યુવાન રાત્રિના સમયે કુવામાં પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે તેને કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News