મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેણાક મકાનમાંથી ૧૦૪ બિયર- ૧૫૯ બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE











વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેણાક મકાનમાંથી ૧૦૪ બિયર- ૧૫૯ બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ

વાંકાનેરમાં આવેલ ગાયત્રી નગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના ૧૦૪ ટીન તથા દારૂની ૧૫૯ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કરીને ૭૪૬૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી નગરમાં રહેતા હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસની ટીમે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૫૯ બોટલ તથા બિયરના ૧૦૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૭૪૬૨૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨૭) રહે. ગાયત્રીનગર વાંકાનેર વાળાની ધરપકડ કરે છે તેની પાસેથી વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ નટુભા જાડેજા તથા અન્ય એક અજાણ્યા શખ્સનાં નામ સામે આવેલ છે જેથી તે બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News