ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં P.G.P પ્રીમિયર ક્રિકેટ લીગ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજમાં P.G.P પ્રીમિયર ક્રિકેટ લીગ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મોરબીની કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રની અગ્રણી એવી પી.જી. પટેલ કોલેજમાં તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ P.G.P પ્રીમિયર લીગ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રવાપર ગામથી આગળ ક્રિકેટનાં મેદાન ખાતે  કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ક્લાસની ટીમે ભાગ લીધો હતો. તારીખ 6 જાન્યુઆરી 2023 ના રોજ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તારીખ 7 જાન્યુઆરી 2023 ના રોજ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ યોજઈ હતી.મેચ પહેલા ભારતનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.તમામ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને મેન ઓફ ધ મેચના પ્રાઈઝ આપવામાં આવ્યા હતા.

સેમિફાઇનલમાં S.Y B.com English મીડીયમ, T.Y B.com ગુજરાતી મીડીયમ, તેમજ B.B.A Sem-4 અને F.Y B.com ગુજરાતી મીડીયમની ટીમે જગ્યા બનાવી હતી ચારેય ટીમ વચ્ચે સેમિફાઇનલ રાઉન્ડ રમાયા બાદ ફાઇનલમાં S.Y B.B.A. અને S.Y B.com English એ પ્રવેશ મેળવ્યો હતો. આ બે ટીમ વચ્ચે રસપ્રદ ફાઈનલ મેચ યોજાઇ હતી. જેમાં અંતમાં S.Y B.com English ની ટીમ વિજેતા બની હતી.  ટુર્નામેન્ટના અંતે બેસ્ટ બેટ્સમેન સાનજા યસ, બેસ્ટ બોલર ચાવડા પાર્થ, પ્લેયર ઓફ ધ સિરીઝ નાકરાણી  વિવેક જાહેર થયા હતા. વિજેતાઓને વિન્નર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.ટુર્નામેન્ટમાં ઍમ્પાયર તરીકે ચેતનભાઈ ભણસાલી અને મિતુલસિહ ઝાલાએ સેવા આપી હતી.






Latest News