તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાનોની ફી ભરવા માટે વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં સંતાનોની ફી ભરવા માટે વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની ધરપકડ

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા યુવાને તેના સંતાનોની ફી ભરવા માટે ઉપાડ દીધો હતો અને તે ઉપાડની રકમ ચૂકતે કરવા માટે તેને વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો હતો અને ધીમે ધીમે કરતાં તેને કુલ મળીને ૧૪.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૨૦,૬૯,૫૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા ૩૨ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં માતૃકૃપા મકાનમાં રહેતા મહાવીરભાઈ નરેન્દ્રભાઈ વૈષ્ણવ જાતે બાબાજી (૩૯) એ જયરાજભાઈ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢ તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના સંતાનોની ફી ભરવા માટે થઈને તેણે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરે છે ત્યાંથી ઉપાડ દીધો હતો અને ત્યારબાદ ઉપાડની રકમને ભરવા માટે તેને પૈસાની જરૂર હોય જયરાજભાઇ જીવણભાઈ સવસેટા પાસેથી પહેલી વખત ૫૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ વ્યાજના ચક્રમાં તે યુવાન ફસાઈ ગયો હતો અને ધીમે ધીમે કરતાં તેને અલગ અલગ સમયે આરોપી જયરાજભાઇ પાસેથી ૧૪.૫૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી અને તેની સામે તેણે અત્યાર સુધીમાં ઊંચું વ્યાજ ચૂકવીને ૨૦,૬૯,૫૦૦ પરત ચૂકવી દીધા છે તેમ છતાં પણ આરોપી જયરાજભાઈ સવસેટા દ્વારા ફરિયાદી યુવાન પાસેથી મૂડી અને વ્યાજ સહિત કુલ મળીને ૩૨ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે આરોપી જયરાજભાઈ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News