મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે રૂપિયા લઈને ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ધાક ધમકીઓ આપનારા ત્રણ વ્યાજખોરોની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજે રૂપિયા લઈને ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ધાક ધમકીઓ આપનારા ત્રણ વ્યાજખોરોની ધરપકડ

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ટ્રેડિંગના કામકાજ માટે રૂપિયાની જરૂર હોય વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે તોતિંગ વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન પોતાનું ઘર છોડીને છેલ્લા ૨૫ દિવસથી ગુમ થઈ ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગતો નથી જેથી તેની વૃદ્ધ માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનિયમ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૪૦૨ માં રહેતા મણીબેન ચંદુભાઇ લાલવાણી જાતે સિંધી (ઉંમર ૭૨) એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ચેતનભાઇ અમલાણી રહે શક્તિ પ્લોટ મોરબી, સલીમભાઈ દિમહંમદભાઈ બગથરીયા રહે કાયાજી પ્લોટ મોરબી અને કમલેશભાઈ વસંતભાઈ પોપટ રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો ભાવેશ ચંદુભાઈ અમલાણી ટ્રેડિંગનું કામકાજ કરતો હતો જેથી કરીને તેને રૂપિયાની જરૂર પડેલ હોય તેને સૌ પ્રથમ મહેશભાઈ પાસેથી વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ તેણે સલીમભાઈ પાસેથી ૩ લાખ વ્યાજે લીધા હતા અને તે બંનેને ઊંચું વ્યાજ તે ચૂકવતો હતો તેમ છતાં પણ તે બંને તેને મારી નાખવાની ધમકી આપતા હતા અને કમલેશભાઈ પોપટ પાસેથી તેણે ૧૦ ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા જો કે કેટલા રૂપિયા લીધા હતા તે અંગે ભાવેશ ઘર મૂકીને ચાલ્યો ગયો ત્યારે જે ચિઠ્ઠી લખી છે તેમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી આ ત્રણેય વ્યાજખોરો દ્વારા ફરિયાદી વૃદ્ધાના દીકરાને વારંવાર મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને યુવાન ગત તા.૧૨/૧૨/૨૦૨૨ ના આશરે ચારેક વાગ્યે પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયેલ છે અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે આટલું જ નહીં હજુ સુધી યુવાનનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી કરીને વૃદ્ધાએ વ્યાજખોરો સામે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપી મહેશભાઈ ચેતનભાઇ અમલાણી રહે શક્તિ પ્લોટ મોરબી, સલીમભાઈ દિમહંમદભાઈ બગથરીયા રહે કાયાજી પ્લોટ મોરબી અને કમલેશભાઈ વસંતભાઈ પોપટ રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News