મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના એટ્રોસીટી તથા મારામારીના કેસમાં તમામ આરોપીઓનો નીર્દોષ છુટકારો


SHARE







ટંકારાના એટ્રોસીટી તથા મારામારીના કેસમાં તમામ આરોપીઓનો નીર્દોષ છુટકારો

ટંકારા પોલીસને તા.૨૫-૩-૨૦૧૬ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ ઉપરથી કે આ કામના ફરીયાદીના દીકરાને આ કામના આરોપીઓ સાથે દુકાને બેસવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર આ કામના ફરીયાદી તથા સાહેદો અનુસચીત જાતીના હોવાનું જાણવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદીના ઘરના ફળીયામાં પ્રવેશ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ફરીયાદીને તથા સાહેદને શરીરે મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી એકબીજાને મદદગારી કરેલ છે જે બાબતની ફરીયાદ આધારે ગુનો દાખલ કરી આ કામના આરોપીઓ મનીષ ઉર્ફે મુન્નાભાઈ સુંદરજીભાઈ રંગપરીયા, દીનેશ ઉર્ફે દાનો સુંદરજીભાઈ રંગપરીયા, વીરજી ઉર્ફે વીરો કેશવજીભાઈ રંગપરીયાની ધરપકડ કરી આરોપીઓ સામે કલમ ૩૨૩ વિગેરે તથા અનુ.જાતી જનજાતી (અત્યાચાર નીવારણ) સુધારણા અધી.૨૦૧૫ ની કલમ-૩ વીગેરે મજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મજબની હકીકત જણાવેલ નથી, અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News